ધરપકડ:સચિવાલયમાં નોકરીનું કહી 37 લાખની ઠગાઇના કેસમાં ફરાર આરોપી ઝડપાયો

વિસનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર સ્ક્વોડે ઠગ માૈલિક હીરપરાને અમદાવાદથી પકડી વિસનગર પોલીસને સોંપ્યો

ગાંધીનગર સચિવાલયમાં સરકારી નોકરી અપાવવાનું કહી ચાર યુવકો પાસે રૂ.37 લાખની ઠગાઇના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા આરોપી માૈલિક ઘનશ્યામ હીરપરાને ગાંધીનગર સ્ક્વોડે અમદાવાદથી ઝડપી લઇ વિસનગર પોલીસને સોંપ્યો હતા.

વડનગર તાલુકાના સિપોર ગામના હેમંતભાઇ મણિલાલ પટેલને તેમના વેવાઇ દશરથભાઇ પટેલે તેમનો ભાણો પટેલ જીમ્મી ભરતભાઇ સચિવાલયમાં નોકરી અપાવે છે તેવી વાતચીત કરતાં વિસનગરના કડા ચોકડી પર ધી હોટપ્લેટ સ્ટોરન્ટ ધરાવતા જીમ્મીને હેમંતભાઇએ તેમના દીકરા સ્મિત અને તેમના ભાણેજ જયદીપને નોકરી લગાડવાનું કહી રૂ.6 લાખ આપ્યા હતા. જ્યારે ગુંદરાસણના હસમુખભાઇ ગોપાળભાઇના દીકરા પારસ અને સિપોરના પટેલ દિનેશભાઇ નરોત્તમભાઇના દીકરા કિન્નરને પણ નોકરીનું કહી બંનેના રૂ.6 લાખ લીધા હતા.

ત્યાર બાદ ઓર્ડર આવ્યો હોવાનું કહી ચારેય પાસેથી રૂ.18 લાખ લીધા હતા અને નોકરી પર હાજર થવા જણાવ્યું હતું. પરંતુ ચારેય યુવકો નોકરીએ જતાં ગાંધીનગર સચિવાલયના ગેટ આગળ બેસાડી રખાતા હતા. દરમિયાન, ચારેય યુવકોના રૂ.7 લાખ આપ્યાના અઠવાડિયામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો સેકશન અધિકારીની સહીવાળો જોઇનિંગ લેટર અને સામાન્ય વહીવટ વિભાગનો બનાવટી નિમણૂંક પત્ર આપ્યો હતો.

ચારેય જણાએ છેતરાયા હોવાનો અહેસાસ થતાં હેમંતભાઇ પટેલે વિસનગર શહેર પોલીસ મથકે જીમ્મી ભરતભાઇ પટેલ અને માૈલિક હીરપરા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે અગાઉ જીમ્મી પટેલની ધરપકડ કરી હતી. જ્યારે માૈલિક હીરપરા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. દરમિયાન, ગાંધીનગર સ્ક્વોડ ટીમ નં.2ના એએસઆઇ રહેમતુલ્લાખાન અને ભાનુભાઇ ભરવાડને માૈલિક હીરપરા અમદાવાદના કૃષ્ણનગરમાં હોવાની બાતમી મળતાં તેને ઝડપી લઇ વિસનગર પોલીસને સોંપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...