ચુકાદો:સગીરાને લાલચ આપી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષ સખત કેદની સજા

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઊંઝાના દાસજની ઘટના, 2017ના કેસમાં વિસનગર કોર્ટનો ચુકાદો

ઊંઝા તાલુકાના દાસજ ગામની સગીરાને વર્ષ 2017માં ગામના જ શખ્સે લલચાવી ભગાડી જઇ તેને ગોંધી રાખી દુષ્કર્મ ગુજારવાનો કેસ વિસનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સગીરાને ભગાડી જનાર અારોપીને દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં તકસીરવાન ઠરાવી દસ વર્ષની સખત કેદની સજા અને પાંચ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ અેક વર્ષની સાદી કેદની સજાનો હૂકમ કર્યો છે.

ઊંઝા તાલુકાના દાસજ ગામની 16 વર્ષની સગીરાને ગામમાં રહેતો ઠાકોર કિશનજી ઉર્ફે દાદુ ચંદુજી નામનો શખ્સ લલચાવી ભગાડી ગયો હતો જેમાં સગીરાના પરિવારજનોની શોધખોળ બાદ પણ તેમની દીકરીની ભાળ ન મળતાં અા બનાવ અંગે ઊંઝા પોલીસ મથકે ઠાકોર કિશનજી ઉર્ફે દાદુ ચંદુજી તેમજ ઠાકોર ગાંડાજી લાલાજી સામે ગુનો નોંધાયો હતો જેમાં પોલીસ તપાસમાં અારોપી તેમજ સગીરા વડગામ તાલુકાના નંદોત્રા ગામેથી મળી અાવતાં સગીરાના નિવેદનને અાધારે પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો.

જે કેસ વિસનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ અાર.બી.દરજીની દલીલો ગ્રાહ્ય રાખી અારોપી ઠાકોર કિશનજી ઉર્ફે દાદુ ચંદુજીને પોસ્કો અને દુષ્કર્મના ગુનામાં તકસીરવાન ઠરાવી દસ વર્ષની સખત કેદની સજા અને પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ અેક વર્ષની સજાનો હૂકમ કર્યો હતો. કેસના અન્ય અેક અારોપી ગાંડાજી લાલાજી ઠાકોરને નિર્દોષ છોડી મુકવાનો અાદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...