કલા મહાકુંભ 2022:વિસનગર નુતન સર્વ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો આયોજન કરાયો, 14 સ્પર્ધાઓમાં 650થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

વિસનગર21 દિવસ પહેલા

વિસનગરમાં આવેલ ના.મ. નૂતન સર્વ વિદ્યાલય ખાતે શિક્ષક દિવસ નિમિત્તે જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા રમત ગમત કચેરી અધિકારી આયોજિત તાલુકા કક્ષાનાં કલા મહાકુંભનુ 2022-23 નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા મહાકુંભમાં અલગ અલગ વયજૂથના વ્યક્તિઓ માટે 14 સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં 650 થી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કલા મહાકુંભનુ ઉદ્ઘાટન નૂતન સર્વ કેળવણી મંડળના ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થનાર 1 થી 3 નંબરને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અલગ અલગ વયજૂથ અને સ્પર્ધાઓના નામ
તાલુકા કક્ષાના મહાકુંભમાં 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્રકલા, વકૃત્વ, નિંબધલેખન, સમૂહ ગીત, એક પત્રિય અભિનય, ભજન/લોકગીત, સુગમ સંગીત, લગ્નગીત, તબલા, હાર્મોનિયમ, ભરતનાટ્યમ, ગરબા, રાસ, લોકનૃત્ય જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.

આ અંગે ના. મ. નુતન સર્વ વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય સુધીરકુમાર પટેલે જણાવ્યું હતું કે, આજે 5 મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિને વિસનગર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ અમારી સ્કૂલમાં કલા મહોત્સવનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની અંદર આશરે 14 પ્રકારની જુદી જુદી કૃતિઓ હતી. જેમાં 650 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જુદા જુદા વયજૂથની કૃતિઓ હતી. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે પ્રમુખ પ્રકાશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં સુધીરકુમાર ગણપતભાઈ પટેલ ઇન્ચાર્જ આચાર્ય, દેસાઈ વિનુભાઈ બી તાલુકા વ્યાયામ મંડળ કન્વીનર સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તમામ સ્પર્ધાનું સંચાલન પી.આર.પટેલ અને એમની ટીમે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...