હુમલો:દીકરી સાથે બોલાચાલી મામલે ઠપકો આપતાં તલવારથી હુમલો

વિસનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુના ખોખરવાડા વિસ્તારમાં બનેલી ઘટના
  • મહિલાને ગંભીર ઇજા, ત્રણ શખ્સો સામે ફરિયાદ

ખેરાલુ શહેરના ખોખરવાડા વિસ્તારમાં દીકરી સાથે બોલાચાલી કરનાર શખ્સને ઠપકો આપવા ગયેલ મહિલા ઉપર ઉશ્કેરાઇ ગયેલા ત્રણ શખ્સોએ તલવાર અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ખેરાલુના ખોખરવાડા વિસ્તારમાં રહેતાં ઠાકોર રેખાબેન પ્રતાપજીની દીકરી નિશા શનિવારે રાત્રે નાસ્તા માટે ચીજવસ્તુઓ લેવા ગઈ હતી. તે દરમિયાન રસ્તામાં તેમના જ વિસ્તારમાં રહેતા ઠાકોર જયેશજી મનુજી સાથે બોલાચાલી થઈ હતી.

જેથી નિશાએ ઘરે આવી તેની માતા રેખાબેનને જાણ કરતાં રેખાબેન જયેશજીને ઠપકો આપવા ગયાં હતાં. જે સમયે ઉશ્કેરાયેલા જયેશજીએ અપશબ્દો બોલી મોઢા ઉપર ફેંટ મારી હતી, જ્યારે તેમનું ઉપરાણું લઈ દોડી આવેલા મનુજી ભીખાજીએ ધોકા વડે તેમજ ઠાકોર હરેશજી મનુજીએ તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ખેરાલુ પોલીસમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...