મહેસાણા જિલ્લાની સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને તકનીકી) દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોનમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું. આ મહોત્સવમાં સંસ્થામાંથી બે ટીમો લૂપબ્રેકર્સ અને હેક્ઝા પવેલીઓન ઈવેન્ટમાં ભાગ લીધો હતો.
લૂપબ્રેકર્સમાં જિનિત રાવલ, અપૂર્વ મહેતા, હિતાર્થ રાવલ, અક્ષયકુમાર ગજ્જર, યશ્વી પટેલે પ્રો.મેહુલ .એસ. પટેલ ના ટેક્નિકલ માર્ગદર્શન હેઠળ આ ટૂનામેન્ટમાં ભાગ લીધો હતો. BSF દ્વારા "રોગ ડ્રોન ડિટેક્શન" માટે ઉકેલની માગ કરતી સમસ્યાના નિરાકણ પર કામ કર્યું હતું.
હેક્ઝા પવેલીઓનમાં શ્રવણ સુથાર, ઋષિ ચાવડા, ધ્રુવ પટેલ, ઋત્વિક જોષી, જયસૂર્યા શ્રીમાલી, અવિનાશ રાવલે આ ટૂનામેન્ટમાં પ્રો. સુજીત વેલુર નાયરના ટેક્નિકલ માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. કે.ડી. પોલિટેક્નિક, પાટણ દ્વારા "બાંધકામ સાઇટ પર કામ કરતા મજૂરો માટે સસ્તા રહેઠાણની સુવિધા" માટે ઉકેલની માગ કરતી સમસ્યાના નિરાકણ પર કામ કર્યું હતું. આ બન્ને ટીમોએ રીજીયોનલ રાઉન્ડ સફળતાપુર્વક પૂર્ણ કર્યો છે અને હવે તેઓએ ગ્રાન્ડ ફિનાલેમાં વધુ સારા પ્રદર્શન માટે તૈયારી શરૂ કરી દિધી છે.
આ હેકાથોનમાં ભાગ લઈ પ્રથમ રાઉન્ડમાં સફળતા મેળવવા બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ એસ. પટેલ, પ્રોવોસ્ટ ડૉ. ડી.જે.શાહ, રજીસ્ટ્રાર ડૉ. પ્રમોદ કુમાર પાંડે અને SPCE પ્રિન્સીપાલ ડૉ. સંતોષ શાહે તમામ ટીમ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા હતા અને બીજા રાઉન્ડમાં પણ સફળતા મેળવે તે માટે પ્રેરણા રૂપે આશીર્વચન આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.