તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ભાન્ડુ કોલેજાની હોસ્ટેલમાં છાત્રનો ફાંસો ખાઈ આપઘાત

વિસનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીએ આપઘાત કેમ કર્યો તેને લઇ રહસ્ય અકબંધ

વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે આવેલ એલ.સી.આઈ.ટી. કોલેજમાં ગીર સોમનાથ જિલ્લાના નવાગામ ખાતે રહેતા દિવ્યેશ ભગવાનભાઈ વાજા નામનો 20 વર્ષીય યુવક કોમ્પ્યુટર વિભાગના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો અને કોલેજમાં આવેલ બોયઝ હોસ્ટેલમાં જ રહેતો હતો. દિવ્યેશ થોડાક દિવસો પહેલા પોતાના વતન નવાગામ ગયો હતો અને બુધવારે કોલેજ પરત આવ્યો હતો.

જ્યાં બુધવારે રાત્રે દિવ્યેશે કોઈ કારણોસર હોસ્ટેલના રૂમમાં પંખો ઉપર નાયલોનની દોરી લગાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ કોલેજ સત્તાવાળાઓને થતાં તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને નીચે ઉતારી મહેસાણા સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો આ બનાવ અંગે પોલીસે દિવ્યેશના મૃતદેહનું મહેસાણા સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...