મુસાફરો માટે ખુશીના સમાચાર:વિસનગરમાં એસ.ટી. ડેપોનો મહત્વનો નિર્ણય; મુસાફરોને પાસ માટે સમયમાં વધારો કરાયો

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર એસ.ટી. ડેપો દ્વારા મુસાફરોના હિત માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વિસનગર એસ.ટી. ડેપોમાં આવેલા મુસાફર માટે પાસ બારીના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મુસાફરોની રજૂઆતને પગલે ડેપો મેનેજર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી મુસાફરોમાં ખુશી જોવા મળી છે.

વિસનગર એસ.ટી. ડેપોમાં મુસાફર પાસ બારીમાં પહેલા સવારે 8થી સાંજના 4 વાગ્યાનો સમય રાખવામાં આવ્યો હતો. જેમાં દૂર-દૂર અપડાઉન કરતા મુસાફરોને વહેલા જવાનું હોય અને સાંજે મોડા આવવાનું હોય તો પાસ કઢાવવા માટે તકલીફ પડતી હતી. જેમાં આ મામલે મુસાફરો દ્વારા એસ.ટી. ડેપોમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમની એસ.ટી ડેપોમાં મુસાફરોની રજૂઆતને પગલે મુસાફર પાસ બારીના ટાઈમમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે મુસાફર પાસ બારીનો સમય સવારે 6 કલાકથી સાંજના 9 કલાક સુધી કરવામાં આવ્યો છે. આમ નોકરી તેમજ ધંધો કરી દૂર દૂરથી આવતા મુસાફરોને હવે પાસ કઢાવવા માટે તકલીફ પડશે નહીં. આમ પાસ બારીનો સમય વધારતા મુસાફરોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...