તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:વિસનગર રિક્ષા સ્ટેન્ડમાં દબાણોનો રાફડો

વિસનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિક્ષા ડ્રાઇવર વેલ્ફેર એસો. દ્વારા દબાણ દૂર કરવા પ્રાંત અધિકારીને રજૂઆત

વિસનગર આઇટીઆઇ ચાર રસ્તા નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે થયેલા ગેરકાયદે દબાણ ખુલ્લા કરાવવા વિસનગર શહેર રિક્ષા ડ્રાઇવર વેલ્ફેર એસોસીએસન દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ છે. શહેરના આઇટીઆઇ ચાર રસ્તા પાસે જિલ્લા કલેક્ટરના હુકમથી નગરપાલિકા દ્વારા 10 રિક્ષાનું સ્ટેન્ડ ફાળવાયેલી છે.

પરંતુ રિક્ષા સ્ટેન્ડ પાસે કેટલાક લોકોએ ગેરકાયદે દબાણ કર્યું હોવાથી રિક્ષાચાલકોને રિક્ષાપાર્કિગ કરવા સમસ્યા સર્જાતી હોઇ આ દબાણો દૂર કરવા માટે વિસનગર શહેર રિક્ષા ડ્રાઇવર વેલ્ફેર એસોસીએસન દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ છે. જેમાં તેમણે આ સ્થળ ઉપર દબાણોને લઇ અસામાજિક તત્વોના કારણે રિક્ષાચાલકો બદનામ થાય છે અને તેમના રોજગાર ઉપર અસર પડતી હોવાથી તેમજ દબાણને કારણે નાછુટકે રિક્ષાઓ રોડ ઉપર પાર્કિંગ કરવી પડતી હોવાથી ટ્રાફિકની પણ સમસ્યા ઉભી થાય છે. જેથી રિક્ષા સ્ટેન્ડના બોર્ડથી લઇ અમૃત પાર્ટી પ્લોટના એન્ટ્રીગેટ સુધીના તમામ દબાણો હટાવી રિક્ષા સ્ટેન્ડને ફાળવેલી જગ્યા ખુલ્લી કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો