કૃષિ:વિસનગર યાર્ડમાં પહેલા દિવસે જ જુવારના 930 ભાવ પડ્યા

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી સિઝનમાં ધીમી આવક, 132 મણ થઇ
  • દિવેલામાં રૂ.1450 સુધીના ભાવ બોલાયા

વિસનગર માર્કેટયાર્ડમાં બુધવારથી નવા સિઝનની જુવારની આવકો શરૂ થતાં બોલાયેલી હરાજીમાં રૂ.930 સુધીના ભાવ પડ્યા હતા. જ્યારે આવક 132 મણ થઇ હતી. જ્યારે દિવેલામાં રૂ.1450 સુધીના ભાવ બોલાયા હતા. વિસનગર પંથકના ખેડૂતો જુવાર તૈયાર થઇ જતાં વિસનગર માર્કેટયાર્ડમાં બુધવારે લઇને આવ્યા હતા. પ્રથમ દિવસે જુવારની હરાજીમાં ભાવ રૂ. 603 થી 930 સુધીના બોલાયા હતા. જેની સામે આવક 132 મણ રહી હતી.

જુવારની સિઝન છ મહિના સુધી ચાલતી હોય છે. ત્યારે શરૂઆતમાં રૂ.930 સુધીના ભાવ પડતાં આગામી સમયમાં જુવારના ભાવમાં વધારો થવાનો તેમજ બજાર સારૂ રહેશે તેમ વેપારી વર્ગનું માનવું છે. હરાજીમાં આવતા રોકડિયા પાકોમાં એરંડાના ભાવ પણ બે દિવસમાં રૂ.1450 સુધી બોલાતાં ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. એરંડાની આવક સરેરાશ 3 હજાર બોરીની થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...