વિસનગરના શ્રી સત્તાવીસ કડવા પાટીદાર સમાજ દ્વારા 32માં વાર્ષિક સ્નેહમિલન સમારંભ અને પરિવાર પરિચય પુસ્તિકાનું વિમોચન કાર્યક્રમ તેમજ સમાજના તેજસ્વી તારલાઓના ઈનામ વિતરણ કાર્યક્રમ વડનગર ખાતે કરવામાં આવ્યો હતો. આ સમારંભના અધ્યક્ષ તરીકે જયંતિ જે.પટેલ (જનરલ સમાજના પ્રમુખ) ઉપસ્થિતિ રહ્યા હતા.
તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
આ કાર્યક્રમમાં સમાજમાં થયેલ વાર્ષિક કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તમામ સમાજના લોકો એક થાય તે માટે સ્નેહમિલન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં પરિવાર પરિચય પુસ્તકનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના જે તેજસ્વી તારલાઓ હોય તેમને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કડવા પાટીદાર સમાજના પ્રમુખ ઉપસ્થિત રહ્યાં
આ કાર્યકમમાં બાબુ કે. પટેલ(કેળવણી મંડળના પ્રમુખ), બાબુ એમ.પટેલ(એમ.ડી.ભૂમિ ક્રેડિટ સોસાયટી), જયશ્રીબેન (કુર્મી પાટીદારના અધ્યક્ષ) તેમજ સત્તાવીસ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ડાહ્યાલાલ એસ.પટેલ, મંત્રી રમેશ જે.પટેલ, ઉપપ્રમુખ કાન્તિ કે. પટેલ, ખજાનચી હસમુખલાલ જે. પટેલ, સહમંત્રી દિલીપ ટી. પટેલ સહિત કારોબારી સભ્યો તેમજ પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન મંત્રી રમેશ જે. પટેલ (મદદનીશ શિક્ષક પરીખ ડી.ડી. કન્યા વિદ્યાલય વિસનગર દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.