નૂતન વર્ષાભિનંદન:વિસનગરમાં ધારાસભ્ય કાર્યાલય ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે દિવ્ય ભાસ્કરના વાંચકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

વિસનગરએક મહિનો પહેલા

વિસનગરમાં નવા વર્ષ નિમિતે ધારાસભ્ય કાર્યાલય ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટી વિસનગર શહેર અને તાલુકાના કાર્યકરો સાથે વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ખાસ હાજર રહી તમામને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. જેમાં વિસનગર ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને નવા વર્ષના રામ રામ કહ્યા હતા. તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિસનગર તેમજ સમસ્ત ગુજરાતના દિવ્ય ભાસ્કરના વાંચકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.

આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે સમગ્ર દેશ માટે વિસનગર માટે ખૂબ સરસ નવી સમૃદ્ધિ અને ભારત સમગ્ર વિશ્વમાં ઊંચે આંબે તેવી મારી તમામ ગુજરાતના અને વિસનગરના તમામ દિવ્ય ભાસ્કરના દર્શકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગામી સમય આપને આપના કુટુંબને આપના પરિવારને આપણા વાયુ મંડળમાં વસતા તમામ લોકો માટે ખૂબ સરસ નવું વર્ષ આવે એ માટે શુભેચ્છાઓ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વ ગુરુ બનવાની જે કલ્પના હતી તે સાકાર થાય એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

અન્ય સમાચારો પણ છે...