તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:થુમથલમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.1.04 લાખની ચોરી

વિસનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દંપતી મકાન બંધ કરી મહેસાણા દીકરાના ઘરે ગયું અને તસ્કરો હાથ સાફ કરી ગયા
  • તસ્કરો સોના-ચાંદીના દાગીના, ગણેશજીની મૂર્તિ, સિક્કાઓ ચોરી ગયા

વિસનગર તાલુકાના થુમથલ ગામમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના મળી રૂ.1.04 લાખની મત્તા ચોરી ગયા હતા. જે અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ઘરવામાં આવી છે. વિસનગર તાલુકાના થુમથલ ગામના હરગોવનભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ પત્ની કમળાબેન સાથે સોમવારે તેમનું મકાન બંધ કરી મહેસાણા ખાતે રહેતા તેમના દીકરા જીતેન્દ્રના ઘરે ગયા હતા.

રાત્રી દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસી ઘરમાં પડેલી પેટીમાં રહેલી સોનાની મગમાળા, છ ચુની, બે બુટ્ટી અને વીંટી તેમજ ચાંદીની બે વીંટી, બે શેરો, બે લક્કી અને ગણપતિ દાદાની ચાંદીની મૂર્તિ અને સિક્કા મળી રૂ.1,04,400નો મુદ્દામાલ ચોરી ભાગી ગયા હતા. મંગળવારે સવારે હરગોવનભાઇને તેમના મોટાભાઇ પ્રહલાદ ભાઇએ ઘરમાં ચોરી થયાની જાણ કરતાં તેઓ થુમથલ દોડી આવ્યા હતા અને ઘરમાં પડેલ માલસામાન વેરણ છેરણ જોતાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરી અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...