તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માહિતી ના આપતાં સિપોર તલાટીને રૂ, 25 હજારનો દંડ

વિસનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માહિતી અધિકાર હેઠળ વિકાસકામોના ખર્ચની માહિતી માગી હતી
  • અપીલમાં દિન-15માં માહિતી આપવા હુકમ કર્યો છતાં ન આપી

વડનગર તાલુકાના સિપોર ગામના અરજદારે ગ્રામ પંચાયતમાં માંગેલી માહિતી તલાટી દ્વારા ન અાપવામાં અાવતાં અરજદારે કરેલ અપીલમાં પણ તલાટી ગેરહાજર રહેતાં માહિતી અાયોગ દ્વારા તલાટીને રૂ.25 હજારનો દંડ અને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ભલામણ કરી છે. દંડની રકમ તેમના ભંડોળમાંથી કે પગારમાંથી કપાત કરી ભરવાની રહેશે.

વડનગર તાલુકાના સિપોર ગામમાં રહેતા બળવંતજી રામસંગજી ઠાકોર નામના અરજદારે ગ્રામ પંચાયત પાસે વર્ષ 2017-18થી વર્ષ 2019-20 સુધીના ખર્ચના બિલોની નકલ, પંચાયત કારોબારી મિટિંગના ઠરાવની નકલ અને અા દરમિયાન થયેલા વિકાસના કામો અને તેમાં થયેલા ખર્ચની માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી હતી. જે માહિતી ન મળતાં અરજદાર બળવંતજીઅે ગત 23-04-2020ના રોજ પ્રથમ અપીલ કરી હતી જેમાં પ્રથમ અપીલ સત્તાધીકારીઅે 17-06-20 દિન-15 માહિતી અાપવા હુકમ કર્યો હતો તેમ છતાં માહિતી ન મળતાં અરજદારે ગત 20-07-2020ના રોજ બીજી અપીલ કરી હતી

જેમાં 23-02-2021ના રોજ યોજાયેલ સુનવણીમાં તલાટી હાજર ન રહેતાં અન્ય તારીખે અપીલની સુનવણી રાખવાનું અાયોગે ઠેરવ્યું હતું જે અંતર્ગત 28-05-2021ના રોજ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી હાથ ધરાયેલ સુનવણીમાં ૃસિપોર ગ્રામ ંપંચાયતના તલાટી કમલેશકુમાર બી.ચાૈહાણ હાજર રહ્યા ન હતા.

જેથી તલાટી દ્વારા માહિતી પુરી પાડવામાં ન અાવતાં તેમજ ગેરહાજર રહેતાં ગુજરાત રાજ્ય સેવા(શિસ્ત અને અપીલ) નિયમો-1971 હેઠળ તલાટી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અાયોગે જિલ્લા વિકાસ અધિકારીને ભલામણ કરી છે અને માહિતી ન પુરી પાડવા બદલ 25 હજારનો દંડ કરી દંડની રકમ તેમના ભંડોળમાંથી કે પગારમાંથી કપાત કરી ભરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...