આંદોલનની ચીમકી:વિસનગરના કાંસા એનએ વિવેકનગર સોસાયટી પાછળ તળાવમાં ગટરનું પાણી ભળી જતાં ગંદકી

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગરના કાંસા એનએ વિસ્તારની વિવેકનગર સોસાયટી પાછળ તળાવમાં ગટરનું પાણી ભરાતાં આજુ બાજુની સોસાયટીઓના રહીશો ત્રસ્ત બન્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળતાં રોષે ભરાયેલા રહીશોએ પંપ મૂકી તળાવમાંથી ગટરનું પાણી ખેંચવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વિવેકનગર ઉપરાંત શ્રીનાથ સોસાયટી 1-2, નવનિધિ, શ્યામસુંદર અને ઇશ્વરકૃપા સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકા પૂર્વ પ્રમુખ ગણપતભાઇ પરમાર, મંત્રી આર.જે. વણકર સહિત રહીશોએ સરપંચ, તલાટી, મામલતદાર, ટીડીઓ સહિતને લેખિત રજૂઆત કરી તળાવમાંથી પાણી ખેંચવાના પંપ મૂકી ગંદા પાણીનો તાકીદે નિકાલ કરવા જણાવ્યું છે.

સરપંચ નિમિષાબેન પટેલે જણાવ્યું કે, ગટર લાઇન માટે ગ્રાન્ટની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. 5.85 લાખની ગ્રાન્ટ હોવાથી તાલુકા પંચાયત દ્વારા ટેન્ડરિંગ કરાશે. વહીવટી મંજૂરી બાદ તુરંત આ કામગીરી શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...