સન્માન સમારોહ:દેણપ ગામે નાના બાર કડવા પાટીદાર સમાજનો સાતમો સન્માન સમારોહ યોજાયો, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રહ્યાં હાજર

વિસનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના દેણપ ગામ ખાતે નાનાબાર કડવા પાટીદાર સમાજના સાતમા ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ ખાસ હાજર રહ્યાં હતા. આ મહોત્સવમાં વિદ્યાર્થીઓ, સમાજના અગ્રણીઓ, દાતા તેમજ હોદેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. નાનાબાર કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ હોદેદારો દ્વારા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં નાનાબાર કડવા સમાજના અગ્રણીઓ, હોદેદારો, સમાજના લોકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.

આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશને સફળ નેતૃત્વ મળ્યું છે. જેના પગલે ભારતે વિશ્વમાં નામના મેળવી છે. આગામી સમયમાં દિશા સાથે કામ થાય તે માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. નવી શિક્ષણ નીતિમાં ભગવદ્ ગીતા જે વસુધૈવ કુટુમબકમનો સંદેશ આપે છે. તેમજ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...