વિશ્લેષણ:રાજ્યમાં APMCમાં પહેલીજવાર ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીના સાત ઉમેદવારોને 15% મત મળ્યા

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપમાં ક્રોસ વોટિંગ થયાનું જાણકારોનું અનુમાન

સહકારી ક્ષેત્રમાં તાલુકાની વિવિધ મંડળીઓના મતદારો હોવાથી મોટાભાગે જેની સત્તા અને સરકારનું સમર્થન હોય તે જ સત્તા મેળવતી હોય છે. વિસનગર માર્કેટયાર્ડની ચૂંટણી પૂર્વે જૂથવાદ જોતાં ભાજપનાં જ બે જૂથ ચૂંટણી લડે તેવું લાગતું હતું. પરંતુ ધારાસભ્ય ઋષિકેશ પટેલ સરકારમાં મંત્રી બનતાં ભાજપમાં જૂથવાદ શાંત પડી ગયો હતો. માર્કેટયાર્ડની ચૂંટણીમાં મેન્ડેટ સાથે ઉભા રાખેલા ભાજપના ઉમેદવારો ખરીદ-વેચાણ મંડળી અને વેપારી વિભાગમાં બિનહરીફ બન્યા હતા. જ્યારે ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલ સામે કોંગ્રેસે ઉમેદવાર ઉભા ન રાખતાં છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીએ સહકારી રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. જેમાં 10 બેઠકો પર ઊભા રહેલા 7 ઉમેદવારોએ સરેરાશ 15 ટકા મત મેળવ્યા છે. જેમાં પટેલ તરૂણ મણિલાલે 820માંથી 157 મત લઇ 19 ટકા મત મેળવ્યા છે. જેથી ક્રોસ વોટિંગ થયાનું મનાય છે.

આમ આદમી પાર્ટીના સૂત્રોએ લોકશાહીમાં ચૂંટણી જરૂરી છે અને જો તમામ બિનહરીફ થઇ જાય તો લોકશાહીનો મતલબ શું જેથી અમને સહકારી ચૂંટણીનો કોઇ અનુભવ ન હોવા છતાં પેનલ બનાવી ચૂંટણી લડ્યા, જેમાં ઉમેદવારો ખેડૂતોને સમજાવવામાં સફળ રહી સાત ઉમેદવારોએ 100થી વધુ મત મેળવ્યા (સરેરાશ 15 ટકા મત) તે જ અમારા માટે મોટી વાત હોવાનું જણાવ્યું હતું.

આ પાર્ટીના ઉમેદવારોને મળેલા મત

  • પટેલ તરૂણકુમાર મણિલાલ 157 મત
  • પટેલ રમેશભાઇ ઉગરાભાઇ 153 મત
  • પટેલ યોગેશભાઇ અમરતભાઇ 134 મત
  • પટેલ કાળીદાસ શંકરલાલ 123 મત
  • પટેલ ગજેન્દ્રકુમાર દશરથલાલ 120 મત
  • પટેલ હરેશકુમાર મણિલાલ 112 મત
  • પટેલ લક્ષ્મણભાઇ પ્રભુદાસ 111 મત
અન્ય સમાચારો પણ છે...