તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:સાંકળચંદ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડથી સન્માનિત

વિસનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની મહામારી દરમિયાન કરેલ કામગીરીને લઇ સન્માન કરાયું

વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યુનિ. અને રોટરી ક્લબ વિસનગર દ્વારા શિક્ષક દિને તાલુકાના વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં અાવ્યો હતો જેમાં સાૈપ્રથમ કોરોના મહામારી જેવા કપરા સમયમાં વિવિધ સેવાકીય, આરોગ્યલક્ષી તથા સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિઓના સફળ સંચાલન કરવા બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલને વર્લ્ડ બુક અોફ રેકોર્ડ લંડન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

અા ઉપરાંત વિસનગર રોટરી ક્લબ બેસ્ટ શિક્ષક એવોર્ડ અંતર્ગત 11 શિક્ષકોનું યોગદાન બદલ વિશેષ સન્માન તથા આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્વતંત્ર દિનની ઊજવણી નિમિત્તે ચિત્ર સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

જ્યારે વીન્સ અંતર્ગત રોટરી સ્ટાર વન રેકોનાઇઝેશન રોટરી ડીસ્ટ્રીક 3054 તરફથી વિસનગર તાલુકાની ચાર શાળાઓ કમાણા પ્રાથમિક શાળા-૨, સદુથલા, વિષ્ણુપૂરા અને ખોડીયારપુરા પ્રાથમિક શાળાઓને સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ વિશેષ પુરસ્કૃત કરવામાં આવી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે વર્તમાન સમયમાં શિક્ષકોનું વિધાર્થીલક્ષી ચરિત્ર અને વ્યક્તિત્વ ઘડતર થકી સમાજ તથા રાષ્ટ્રનિર્માણમાં મહત્વના યોગદાન બદલની માહિતી અાપી હતી. અા પ્રસંગે યુનિ.ના પ્રોવેસ્ટ, રજીસ્ટ્રાર સહિત સ્ટાફે હાજરી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...