વિસનગર શહેરમાં 26 માર્ચે ભારત વિકાસ પરિષદ દ્વારા રન ફોર નેશન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ મેરેથોન દોડ એ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ઓપન એર થિયેટરથી શરુ થશે. મેરેથોન દોડ સાત કિમી લાંબી રાખવામાં આવી છે. આ મેરેથોન દોડ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે. આ મેરેથોન દોડનું આયોજન સેવાકીય પ્રવુતિઓના લાભાર્થે કરવામાં આવ્યું છે. જેમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. ત્યારે મેરેથોન દોડનું પણ સરસ આયોજન કરાયું છે.
આ મેરેથોન દોડમાં રજીસ્ટ્રેશન કરનારને ટીશર્ટ તેમજ રનીંગ પૂરી કરનારને ફીનીશિંગ મેડલ તેમજ બેગ આપવામાં આવશે. આ મેરેથોન દોડનું આયોજન ભારત વિકાસ પરિષદના પ્રોજેક્ટ ચેરમેન નિલેશ પટેલ, કો.પ્રોજેક્ટ ચેરમેન વિશાલ ચૌધરી, મહેશસિંહ રાજપૂત સહિત પરિષદના ડૉ. નીખીલભાઈ ઠક્કર, મંત્રી રાકેશભાઈ ગુપ્તા, ખજાનચી રિતેશ મોદી, મહિલા સંયોજીકા બીનાબેન રાવલ સહિત હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું છે.
આ મેરેથોન દોડ અંગે પ્રોજેક્ટ ચેરમેન નિલેશ પટેલે જણાવ્યું હતું કે, આ મેરેથોન દોડમાં ભાગ લેવા ઈચ્છતા લોકો હજુ પણ 99090 30672 ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ મેરેથોન દોડમાં મહેસાણા, ઊંઝા વિસનગર સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.