રોષ:વિસનગર કોર્ટ ત્રણ રસ્તાથી ધરોઇ કોલોની સુધી રોડ ભંગાર, 50થી વધુ સોસાયટીના રહીશો ત્રસ્ત

વિસનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીની પાઇપ લાઇન ખોદી નાખ્યા બાદ માત્ર માટી પુરાણ કરાયું
  • રોડનું સીંગલ ટેન્ડર આવતાં ફરીવાર ટેન્ડર પ્રક્રિયા કરાઇ છે : પાલિકા

વિસનગર શહેરના હાર્દસમા કોર્ટ સંકુલ ત્રણ રસ્તાથી ધરોઇ કોલોની તરફ જવાનો રોડ છેલ્લા બે વર્ષથી ઉબડ ખાબડ થઇ ગયો હોવા છતાં નવો નહીં બનાવાતાં વાહનચાલકો અને રાહદારીઓમાં રોષ વ્યાપી ગયો છે. વિસનગર કોર્ટ સંકુલથી અર્બુદાનગર થઇ ધરોઇ કોલોની તરફ જવાનો માર્ગ અગાઉ પાણીની પાઇપ લાઇન નાખવા પાલિકાએ ખોડી નાંખ્યો હતો અને ત્યાર બાદ કરાયેલ પુરાણથી રોડ ઉબડખાબડ બની ગયો છે. આ વિસ્તારમાં 50થી વધુ સોસાયટીઓ આવેલ છે અને અંબાજી ફોરલેન રોડને મળતો હોવાથી દિવસભર વાહનોનો ધસારો રહે છે. આથી આ રોડ નવો બને તેવી માંગણી ઉઠી છે.

રોડ માટે ટેન્ડર કરી દેવાયું છે : પાલિકા
આ બાબતે વિસનગર નગર પાલિકાના સૂત્રોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં નવો રોડ અને ગટર લાઇન નાંખવા અગાઉ ટેન્ડરિંગ કરાયું હતું. પરંતુ એક જ ટેન્ડર આવતાં તે રદ કરાયું હતું. બીજા પ્રયત્ને ટેન્ડરિંગ કરાયું છે, જેની આખરી મુદત 17 મે છે. ટેન્ડર નક્કી થયેથી વર્કઓર્ડર આપી કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...