વિસનગર શહેરના અાઇટીઅાઇ ત્રણ રસ્તા, ગૌરવપથ સહિતના માર્ગો ઉપર વિવિધ સ્થળોઅે રોડના રીસર્ફેસીંગની કામગીરી શરૂ કરાવતાં શહેરીજનોને છેલ્લા કેટલાય સમયથી પડેલા ખાડામાંથી મુક્તિ મળશે. અા કોન્ટ્રાક્ટર દ્વારા મુદત વિતી ગઇ હોવા છતાં કામગીરી કરવામાં ન અાવતાં પાલિકા દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાની નોટીસ અાપી હતી જેના પગલે કામગીરી શરૂ કરાઇ છે.
વિસનગરના ગાૈરવપથ ઉપર ખાડા પડતાં પાલિકા દ્વારા ટેન્ડરીંગ કરી અભિ કંસ્ટ્રકશનને રીસર્ફેસીંગ સહિત 12 કામો કરવાનો વર્ક અોર્ડર અાપ્યો હતો પરંતુ મુદત વિતી ગઇ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ન કરાતાં પાલિકાઅે કામ ચાલુ કરવો નહીતર કંપનીને બ્લેકલિસ્ટ કરી અાગળની કાર્યવાહી કરવા નોટીસ અાપી હતી.
જેના પગલે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં અાવી હતી જેમાં ગાૈરવપથ ઉપર રાતોરાત રોડના રીસર્ફેસીંગની કામગીરી શરૂ થતાં શહેરીજનોનો પણ અાશ્ચર્ય ફેલાઇ જવા પામ્યું હતું. અભિ કંસ્ટ્રક્શન દ્વારા પ્રથમ અાઇટીઅાઇથી અેમ.અેન.કોલેજ સુધી રોડની કામગીરી પૂર્ણ કરવામાં અાવી છે અને ત્યારબાદ શુક્રવારે રાત્રે ગૌરવપથ ઉપર રોડ રીસર્ફેસીંગની કામગીરી શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.