અકસ્માત:ગુંજા નજીક બળદ ગાડા સાથે અથડાતાં રિક્ષા સવારનું મોત

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષામાં સવાર મુસાફરોને ઈજા થઈ હતી

વિસનગર તાલુકાના ગુંજા નજીક ગત 13 સપ્ટેમ્બરે પુરઝડપે જઇ રહેલ રીક્ષાના ચાલકે એકાએક બળદગાડાની ટક્કર મારતો રીક્ષા પલટતાં એક પેસેન્જરનું સારવાર દરમિયાન મોત થયું હતું. તાલુકાના ગુંજા ગામમાં આવેલ મહાદેવપુરા વિસ્તારમાં રહેતા પોપટજી કુંવરજી ઠાકોરતબેલામાંથી બળદ ગાડું લઈ દૂધ ભરાવવા જતા હતા ત્યારે હાઈવે પર વડનગર તરફથી પુરઝડપે આવી રહેલ રીક્ષા નં જી.જે.02.વાય.વાય.5444ના ચાલકે બળદગાડાને ટક્કર મારતાં રિક્ષા પલટી ખાઇ ખાઇ ગઇ હતી. જેમાં પોપટજી તેમજ રીક્ષામાં બેઠેલ પેસેન્જરોને ઈજાઓ થતાં સારવાર અર્થે વડનગર સિવિલ ખસેડાયા હતા. રીક્ષામાં સવાર બારિયા સરદારસિંહ રામસિંહ (રહે. તંદેલી, તા. મોરવાહડપ, જી.પંચમહાલ)નું સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...