તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વિસનગરના સાંઇવિલા સોસાયટીના રહીશોની રસ્તાના દબાણ મુદ્દે આત્મ વિલોપનની ચિમકી

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 જૂને પાલિકા ઓફિસ આગળ આત્મ વિલોપનનો હુંકાર
  • તંત્ર દોડતું થયું, વિસનગર પાલિકાની ટીમે સ્ટાફ સાથે માપણી શરૂ કરી

વિસનગર શહેરના કમાણા રોડ ઉપર સાંઇવિલા સોસાયટીના રહીશો દ્વારા તેમને બહાર નીકળવા માટેનો કાયદેસરનો રસ્તો બંસીધર સોસાયટીમાંથી ઉતરતો હોવાથી અા રસ્તા ઉપર બે સ્થળોઅે દબાણ હોવાથી તે બંધ રસ્તો રસ્તો ખુલ્લો કરવા માટે પાલિકામાં રજૂઅાત કરી હતી જેમાં તેમણે તેઅો બાજુમાં અાવેલ સરસ્વતી સોસાયટીના ડી વિભાગના રસ્તાનો ઉપયોગ કરે છે જેમાં પણ તે સોસાયટીઅોવાળા રસ્તો બંધ કરી દેતા હોવાથી તેમને ભારે મુશ્કેલીઅોનો સામનો કરવો પડતો હોવાથી રસ્તો ખુલ્લો કરી અાપવા જણાવ્યું હતું

જે અંગે કોઇ કાર્યવાહી ન થતાં સોસાયટીના પાંચ રહીશોઅે કાર્યવાહી કરવામાં નહી અાવે તો અાગામી 21મી જૂનના રોજ પાલિકાની અોફિસ અાગળ જઇ અાત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી જેના પગલે શુક્રવારના રોજ પાલિકાના સ્ટાફે અાવી સ્થળ સ્થિતિ તેમજ માપણીની કામગીરી કરવાની શરૂઅાત કરી હતી. અા અંગે પાલિકાના ચીફ અોફિસર અશ્વિન પાઠકે જણાવ્યું હતું કે અરજદારની રજૂઅાતને પગલે માપણીની કામગીરી કરવામાં અાવી છે અને જે રસ્તા ઉપર રહીશો વર્ષોથી ચાલતા હતા તે રસ્તાની અડચણો દૂર કરી છે અને તેમની રજૂઅાત તપાસી જો રસ્તા ઉપર દબાણ હશે તો તેને ખુલ્લુ કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...