કાર્યવાહી:વિસનગરમાં વરલી મટકાના 2 અડ્ડા પર રેડ,10 જુગારી ઝબ્બે

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા એલસીબીએ રૂ.14130 રોકડ જપ્ત કરી

વિસનગર શહેરના સવાલા દરવાજા અને આથમણા વાસના નાકે ચાલતા વરલી મટકાના અડ્ડા પર ત્રાટકેલી એલસીબીએ 10 શખ્સોને રૂ.14,130 રોકડ રકમ કબજે લીધી હતી.

મહેસાણા એલસીબીએ વિસનગર શહેરના સવાલા દરવાજા પાસે પંચાલ માર્કેટ પાસે વરલી મટકાના જુગાર સ્થળે રેડ કરી પુનમચંદ નારાયણજી મારવાડી, રાજેશ રતિલાલ મોદી, સોમાજી નાગરજી ઠાકોર, બળદેવ જોઇતાભાઇ રાવળ, સંજય ગોવિંદભાઇ નાયી, શૈલેષ ગોવિંદભાઇ પટેલ અને રાયમલજી કાનાજી ઠાકોરને રૂ.3460 રોકડ અને 3 મોબાઇલ સહિત રૂ.4960ના મુદ્દામાલ સાથે વરલી મટકાનો જુગાર રમતાં ઝડપી લીધા હતા. આથમણાવાસના નાકે વરલી મટકાના અડ્ડા પર એલસીબીએ રેડ કરી ઠાકોર ગાંડાજી જવાનજી, ઠાકોર બેચરજી ગલાબજી અને પરમાર હર્ષદ નાગરભાઇને જુગાર રમતાં ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...