• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • Record Confiscation Proceedings Of Visnagar Taluka Purchase And Sale Association Lasted Till Morning, Confiscated Records And Files Were Kept In The Auditor's Office.

રી-ઓડિટ:વિસનગર તાલુકા ખરીદ-વેચાણ સંઘની રેકર્ડ જપ્તી કાર્યવાહી સવાર સુધી ચાલી, જપ્ત રેકર્ડ અને દફતર ઓડિટરની ઓફિસમાં રખાયું

વિસનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં રી-ઓડિટમાં જપ્ત કરાયેલું રેકર્ડ અને દફતર વિસનગર માર્કેટયાર્ડ સ્થિત ઓડિટરની ઓફિસમાં મુકાયું છે. ઉલ્લેખનીય છેકે, મંગળવારે બપોરે સંઘમાંથી તિજોરી તોડી રેકર્ડ કબજે કરવાની હાથ ધરાયેલી કામગીરી બુધવારે વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી ચાલી હતી.  સુપ્રીમ કોર્ટે અરજી ફગાવ્યા બાદ વિસનગર તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા રી-ઓડિટ માટે રેકર્ડ અને દફતર જપ્ત કરી કબજો લેવા કરાયેલા હુકમ બાદ મંગળવારે પોલીસ બંદોબસ્ત સાથે દસ્તાવેજો કબજે કરાયા હતા. જેમાં સંસ્થાનો નોંધાયેલ પેટા કાયદો, સભાસદ રજીસ્ટ્રર, શેર રજીસ્ટ્રર, શેર ખાતાવાહી, રાજીનામા,કમી,મૃત્યુ,વાર્ષિક સાઘારણ સભાના એજન્ડા સહિત 40 જેટલા દફતર કબજે લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, સંઘના રેકર્ડને જપ્ત કરવા 22 મેના રોજ હુકમ થયો હોવાની જાણ સંઘને થતાં પ્રમુખ કે.કે. ચાૈધરી દ્વારા સંસ્થાને ઓડિટમાં વર્ગ-અ મળેલો હોવાનું તેમજ આગામી ઓગસ્ટ માસમાં સંઘની ચૂંટણી હોવાથી રાજકીય રીતે જે સંઘમાં સભાસદ નથી તેવા લોકો દ્વારા અરજી કરાવવામાં આવી છે. જોકે, ચૂંટણી સમયે રી-ઓડિટ કરી સંસ્થાની પ્રતિષ્ઠાને અસર પડે તેવા આશયથી કરવામાં આવી હોવાની રજૂઆત જિલ્લા રજીસ્ટ્રારમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...