સત્કાર સમારંભ:દૂધ સાગર ડેરીના ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો, ગુંજા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને કિયાદર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા દીવા પ્રોગ્રામ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ગુંજા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને કીયાદર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દૂધ સાગર ડેરીમા જે પશુપાલકોને ભાવમાં જંગી વધારો મળ્યો તે માટે દૂધ સહકારી મંડળીઓ દ્વારા દૂધ સાગર ડેરીના નિયામક મંડળનો સત્કાર સમારંભનું આયોજન કર્યું હતું. દૂધ ઉત્પાદક ક્ષેત્રે જાગૃતિ આવે અને પશુપાલન વૈજ્ઞાનિક ઢબે થાય તે માટે દીવા કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત હાજર રહ્યા હતા.

દૂધ ઉત્પાદકોને 60 વર્ષ પછી રેકોર્ડ બ્રેક ભાવ વધારો મળ્યો
આ અંગે દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, દૂધસાગર ડેરી દ્વારા આ વર્ષે દૂધ ઉત્પાદકોને 60 વર્ષ પછી રેકોર્ડ બ્રેક ભાવ વધારો મંડળીઓના માધ્યમથી દૂધ ઉત્પાદકોને મળ્યો છે. ત્યારે ગુંજા ગામના અને કિયાદર ગામના સહુ દૂધ મંડળીઓના સભ્યો અને ગામના પશુપાલકોએ અમારા આખા નિયામક મંડળનું અને સભ્યોનો સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે સાથે દૂધ ઉત્પાદકોને જાગૃતિ આવે અને પશુપાલન વૈજ્ઞાનિક ઢબે થાય તે માટે અમારો દીવા કાર્યક્રમ પણ ચાલતો હોય છે. એ પશુપાલકોમાં જાગૃતિ લાવવાનો કામ કરતો હોય છે, એ શિબિર પણ 2 દિવસ માટે બહેનો માટે હતી. બન્ને કાર્યક્રમોનું આયોજન આજે સન્માન સમારોહ અને દીવા કાર્યકમ સમાપન યોજાયું હતું. પશુપાલકોને છેલ્લા 18 મહિનાથી નિયામક મંડળએ શાસન સંભાળ્યું અને મે અગાઉ કહ્યું એ પ્રમાણે 60 વર્ષમાં 14 જેટલો ભાવ વધારો મળતા પશુપાલકો ખુશખુશાલ છે. અને વડાપ્રધાનમાં નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન દેશના હવે આવક ડબલ કરવી છે આવક ડબલ કરવા માટે દૂધ સાગર ડેરી પણ કટિબદ્ધ છે. જેમાં ભાવ વધારો પણ વધારે મળશે એવું હું ચેરમેન તરીકે ખાતરી આપુ છું.

અન્ય સમાચારો પણ છે...