શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં ખરી કમાઈ અને શૈક્ષણિક જ્ઞાન પ્રદર્શન કાર્યક્ર્મ યોજાયો. જેની શુભ શરૂઆત કે.કે. ચૌધરી (પ્રમુખ અખિલ આંજણા કેળવણી, મંડળ વિસનગર)ના વરદ્દ હસ્તે ઉદ્દઘાટન કરી કરવામાં આવી હતી.
ખરી કમાઈના 31 સ્ટોલ અને શૈક્ષણિક જ્ઞાન પ્રદર્શનના 21 મોડ્યુલ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિ વધે અને આર્થિક આવક કઈ રીતે પ્રાપ્ત કરી આત્મનિર્ભર બની શકાય તે વિશે વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે હેતુથી આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ વાનગીઓના સ્ટોલમાં જઈ વિવિધ વાનગીઓ આરોગી હતી. કાર્યક્રમનું સુંદર આયોજન જોઈ મહાનુભાવો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.
આમ પ્રમુખની પ્રેરણાથી તથા આદર્શ વિદ્યાલયના આચાર્યની દીર્ઘદૃષ્ટિથી અને શૈક્ષણિક સંકુલના તમામ સ્ટાફ મિત્રોના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આ કાર્યક્રમને શોભાવવા જે.ડી. ચૌધરી (મંત્રી, અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર), વી.જી. ચૌધરી (મંત્રી, શાળા સંચાલન સમિતિ), ખુમજી કે. ચૌધરી (સભ્ય, શાળા સંચાલન સમિતિ) તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ બદલ અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.