તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આજે અષાઢી બીજ, વિસનગર-વડનગરમાં રથયાત્રા નહીં નીકળે, મંદિરે દર્શન થઇ શકશે

વિસનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે સોમવારે અષાઢી બીજ નિમિત્તે વિસનગર અને વડનગરમાં રથયાત્રા નહીં નીકળે,પરંતુ શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરી શકશે. વિસનગર હરિહર સેવા મંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, ચાલુ વર્ષે ભગવાનનો નવીન રથ બનાવાયો છે અને સાથે છપ્પન ભોગના દર્શનનું પણ આયોજન કરાયું છે. સોમવારે સવારે ભગવાનને રથમાં બેસાડી ચારથી પાંચ લોકો દ્વારા કોઇપણ જાતના ચઢાવા સિવાય મંગળા આરતી કરવામાં આવશે. ત્યાર બાદ દર્શનાર્થીઓ ભગવાનના દર્શન હરીહર સેવા મંડળના પ્રાંગણમાં ગેટ બહારથી કરી શકશે. અષાઢી બીજને લઇ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું છે.

જ્યારે વડનગરમાં અષાઢી બીજે ગોપાલજીના મંદિરેથી નીકળતી રથયાત્રા આ વર્ષે પણ નહીં નીકળે. સોમવારે સવારે 5.30 વાગે મંગળા આરતી બાદ 8 વાગે શણગાર કરાશે. 9 વાગે ગોપાલજી ભગવાનને શણગારેલા રથમાં બિરાજમાન કરાશે. 10.30 વાગે રાજભોગ, 12 વાગે વિરામ. સાંજે 4 વાગે ઉત્થાન આરતી અને સાંજે 7 વાગે સંધ્યા આરતી કરાશે. ભક્તો સવારથી સાંજ સુધી દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા કોવિડ ગાઈડ લાઈન મુજબ વ્યવસ્થા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...