તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:રાવળાપુરામાં ખારી નદીમાં સંરક્ષણ દીવાલના કામમાં ભ્રષ્ટાચારની રાવ

વિસનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની અરજી બાદ અધિકારીઓની ટીમ ગામે પહોંચી

વિસનગર તાલુકાના રાવળાપુરા ગામે ખારી નદીમાં સંરક્ષણ દીવાલના કામમાં એસ્ટીમેટ મુજબ કામ ન થયું હોવાની ગ્રામ પંચાયતની રજૂઆતને પગલે મંગળવારે નાયબ કાર્યપાલક ઇજનેર સહિતની ટીમ ગામે પહોંચી હતી. આ ટીમે કામમાં ખરેખર ગેરરીતિ થઇ છે તે તપાસવાની જગ્યાએ કામ બરોબર હોવાનું ખેડૂતોએ જણાવ્યું હોવાનો પત્ર રજૂ કરી ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, આ પત્રમાં ખેડૂતોની ખોટી સહીઓ હોવાનુું બહાર આવ્યું હતું.

રાવળાપુરા ગામની સીમમાં પસાર થતી ખારી નદીને કારણે ખેડૂતોની જમીનોનું ધોવાણ અટકાવવા ધરોઇ નહેર વિભાગ-3 દ્વારા સંરક્ષણ દીવાલ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. જે કામ એસ્ટીમેટ મુજબ ન થયું હોય તેમજ પથ્થર પિચિંગમાં જાળીઓ નાંખેલી ન હોવાથી પંચાયતની સેન્સ લઇ બિલ ચૂકવવા ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરાઇ હતી. જેને પગલે મંગળવારે સ્થળ નિરીક્ષણ કરવા આવેલા ધરોઇ નહેર વિભાગ-3ના નાયબ કાર્યપાલક ઈજનેર કે.પી. પટેલે ખેડૂતોએ ધરોઇને પત્ર લખી કામ બરોબર હોવાનું આવેદન પત્ર આપ્યું હોવાનું જણાવતાં સ્થળ ઉપર હાજર પત્રમાં કરેલી સહીઓ ખેડૂતોની ખોટી હોવાનુું જણાવી કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...