આર્થિક સંકડામણ:વિસનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરાયો

વિસનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં લોકડાઉનથી રોજગારી બંધ હોઇ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની એક સત્રની શિક્ષણ ફી તથા ત્રણ મહિના વીજળી બિલ માફ કરવા તેમજ પેટ્રોલ- ડીઝલનો ભાવવધારો પાછો ખેંચવાની માગણી સાથે વિસનગરમાં આમઆદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાયું હતું. કાર્યકરોએ બેનરો સાથે સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આવેદનમાં ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોની રોજીરોટી બંધ થઇ જતાં આવા પરિવારો આર્થિક સંકડામણનો ભોગ બન્યા હોવાથી તેમને ડૂબતા બચાવવા માંગણીઓ સંતોષવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...