અબોલ પશુઓને ઉગારી લેવાયા:વિસનગરના ભાલક ગામેથી કતલ કરવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક બાંધેલા 21 પશુઓને પોલીસે બચાવ્યા, શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

વિસનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ભાલકા ગામની સીમમાં એલસીબી અને સ્થનિક પોલીસે રેડ કરી કતલ કરવાના ઈરાદે દોરડાથી બાંધેલા 21 ગૌ વંશને બચાલી લીધું હતું. જોકે, આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળેથી ગાયો, વાછરડાં અને નંદી સહિત રૂપિયા 1.31 લાખના પશુ કબ્જે લઈ વિસનગર પાંજરાપોળમાં મોકલી આપી ફરાર આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.

પશુંઓને પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા મહેસાણા એલ.સી.બી પોલીસ સ્ટાફનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, તાલુકાના ભાલક ગામે મંડાલી રોડ જી.ઈ.બી ની પાછળ ખરાબામાં પાકી ઓરડી બાંધી ઈરફાન ઉર્ફે ચોટી નામનો ઇસમ કતલ કરવાના ઇરાદે ગાયો, વાછરડા તથા વાછરડીઓ ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલ છે. જે હકીકતને આધારે તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ પાસે પણ આ હકીકત હોવાથી ઘટનાસ્થળે જઈ તપાસ કરતા ગૌ વંશ કુલ 21 જે ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા. જ્યાં પાણી કે ઘાસચારા વગર આ 21 ગૌ વંશને બાંધેલા હતા. આમ તમામ પશુઓને કતલ કરવાના ઇરાદે ઈરફાન ઉર્ફે ચોટી નામના શખ્સે ક્રૂરતાપૂર્વક બાંધી રાખતા પોલીસે તમામ પશુઓને છોડાવી અને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

પોલાસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો જ્યાં પોલીસે નાના મોટા 21 પશુ કિંમત રૂપિયા 1,31,000નો મુદ્દામાલ કબજે લઇ શખ્સ વિરૂદ્ધ મૂંગા પશુઓને કતલ કરવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક બાંધી રાખતા ધી ગુજરાત રાજ્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 2017ની કલમ 5, 6(ક), 6(ખ), 8(4) તેમજ ધી પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 11(1)(એફ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...