વિસનગર એપીએમસી ખાતે વિચરતી વિમુક્ત જાતિના 121 પરિવારોને શહેરના સુંશી રોડ પર 100 ચોરસવારના મકાનના પ્લોટોની સનદનું મંત્રીના હસ્તે વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, જેમનું કોઈ ઠેકાણું નહીં અને ધંધા રોજગાર માટે આમથી તેમ ભટકતી ફરતી વિમુક્ત વિચરતી જાતિને પ્લોટ ફાળવી સરકારે કાયમી સરનામું આપ્યું છે. તેને સાચવી રાખજો. શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, લોકોને ઘરનું ઘર મળી રહે એ સંકલ્પને આજે ઘરવિહોણા લોકોને પ્લોટ ફાળવી તેમનું સ્વપ્નું પૂરું કરવાનો પ્રયત્ન કરાયો છે.
આ લોકોને પ્લોટની સાથે સરકારી સહાયથી ઘર પણ બનાવી અપાશે. આ પ્રસંગે વિચરતી જાતિના વાંસફોડા જ્ઞાતિના લોકોએ ઉપસ્થિત મહાનુભાવોનું વાંસના બાસ્કેટથી સન્માન કર્યું હતું. એનટીડીએનટી આયોગનાં સભ્ય મિત્તલબેન પટેલ, તા. પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તા.ભાજપ પ્રમુખ સતીષ પટેલ, મનીષ પટેલ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.