તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વિસનગર-સુંશી રોડ પર ડમ્પિંગ સાઇટની બહાર જ કચરાના ઢગલાથી લોકો પરેશાન

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિસનગર-સુંશી રોડ ઠલવાયેલ કચરામાંથી વાહન ચલાવવા લોકો મજબૂર - Divya Bhaskar
વિસનગર-સુંશી રોડ ઠલવાયેલ કચરામાંથી વાહન ચલાવવા લોકો મજબૂર
  • રોડ ઉપર કચરાના એટલા બધા ઢગ છે કે રોડ દેખાતો પણ નથી : વાહનચાલકો

વિસનગર-સુંશી રોડ ઉપર આવેલ ડમ્પિંગ સ્ટેશની બહાર કચરાના ઢગ ખડકાતાં તેમજ રોડ ઉપર વરસાદી પાણી ભરાઇ રહેતાં આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોડ ઉપર દુર્ગંધ મારતી ગંદકીને દૂર કરવા માગણી ઉઠવા પામી છે. વિસનગર શહેરના સુંશી રોડ ઉપર પાલિકા દ્વારા બનાવેલ ડમ્પિંગ સાઇટમાં શહેરમાંથી એકત્ર કરાયેલ કચરો ઠાલવવામાં આવે છે. આ ડમ્પિંગ સ્ટેશન ઉપર છેલ્લા કેટલાક સમયથી કચરો બહાર જ લાવવામાં આવતો હોવાથી રોડ ઉપર કચરાના ઢગ ખડકાયા છે.

તો બીજી તરફ વરસાદી પાણી પણ ભરાઈ રહેતા રોડ ઉપર પસાર થતાં વાહનચાલકો ન ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોડ સુંશી,ભાલક, રાલીસણા ત્રાંસવાડ અને મંડાલી તરફ જવાનો મુખ્ય માર્ગો હોવાથી વાહન ચાલકોનો ધસારો વધારે રહેતો હોય છે અને આ ગંદકીને કારણે ભારે દુર્ગંધ મારતી હોવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

વાહન ચાલકોના જણાવ્યા પ્રમાણે રોડ ઉપર કચરાના એટલા બધા ઢગ છે કે રોડ દેખાતો પણ નથી અને ભારે દુર્ગંધના કારણે આ રોડ ઉપર પસાર થવું મુશ્કેલ બની ગયું છે. વધુમાં આજુબાજુ સ્મશાન આવેલા હોવાથી અંતિમ ક્રિયા માટે આવતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી રોડ ઉપર નો કચરો દૂર કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...