વાહનચાલક સામે ગુનો:ભાન્ડુ હાઇવે ઉપર રાહદારી મહિલાનું વાહનની ટક્કરે મોત, ઊંઝાના અરણીપુરાના મહિલા રોડ ક્રોસ કરતા હતા

વિસનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગરના ભાન્ડુ હાઇવે ઉપર રોડ ક્રોસ કરી રહેલ મહિલાને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં મહિલાનું મોત થતાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઊંઝાના અરણીપુરાના રમીલાબેન ગત 29 તારીએભાન્ડુ હાઇવે ઉપર કોલેજ નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા.

તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલ રમીલાબેનને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા સિવિલ ખસેડાયા હતા. જ્યાં રવિવારના રોજ તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તેમના દિયર ઠાકોર ઇશ્વરજી વક્તુજીએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે રમીલાબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આ અંગે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જેમાં ઇશ્વરજીએ તેમની ફરિયાદમાં મૃતક રમીલાબેન સાથે તેમના મરણ ગયેલ ભાઇ શાંમતુજી સાથે પ્રેમસબંધ હોવાથી તેમની સાથે રહેતા હતા અને તેઓને 29મી રાત્રે નવ વાગ્યે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી.

અન્ય સમાચારો પણ છે...