અકસ્માત:મલેકપુર પાસે વાહનની ટક્કરે રાહદારીનું મોત

વિસનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લાલાવાડાના શખ્સ લાકડા કાપવાનું કામ કરી ખેરાલુથી ઘરે જતાં અકસ્માત નડ્યો

ખેરાલુ-સિદ્ધપુર હાઇવે પર મલેકપુર નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં રાહદારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. લાલાવાડા ખાડિયાવાસમાં રહેતા સિંધી અલ્લારખા વલમહંમદ લાકડા કાપવાનો ધંધો કરતા હતા. અલ્લારખાભાઇ ગત 29 સપ્ટેમ્બરના રોજ ઘરેથી ખેરાલુ ખાતે ઝાડ કાપવાનું હોવાથી ઘરેથી નીકળ્યા હતા.

જેઓ સાંજના 5 વાગે ખેરાલુ-સિદ્ધપુર ચોકડીથી મલેકપુર તરફ જતા હાઇવે પરથ પસાર થતા હતા, ત્યારે અજાણ્યા વાહન ચાલકે અલ્લારખાભાઇને ટક્કર મારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને હાજર લોકોએ તાત્કાલિક સારવાર અર્થે વડનગર સિવિલમાં ખસેડ્યા હતા. જ્યાંથી તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વલીમહંમદ સિંધીએ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...