વિસનગર શહેરના સ્વામી નારાયણ મંદિર આગળ પાર્ક કરી બહાર ગામ ગયેલા યુવકનું એક્ટિવા વાહન ચોરાયું હતું. જેને લઇ સિટીઝન પોર્ટલ પર એક્ટિવા ચોરી અંગે E-FIR નોધાઇ હતી. આમ એક્ટિવાની ચોરી થતાં અજાણ્યા ચોર ઇસમ સામે યુવકે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
ઓનલાઇન FIR દાખલ કરી
વિસનગરના ઉમિયા માતા મંદિરની સામે વિજ્યપરું વિસ્તારમાં રહેતાં પોતાનું એક્ટિવા જીજે.02.બી.સી. 1239 એ ગત તા. 10/11/2022ના રોજ સ્વામી નારાયણ મંદિર આગળ પાર્ક કરીને બહાર ગામ જવા નીકળ્યા હતાં. જ્યાં તા. 13/11/2022 ના રોજ પરત આવતાં એક્ટિવા જગ્યા પર પાર્ક કરેલ ન હતું. આમ આજુબાજુ તપાસ કરતાં એક્ટિવા મળી આવ્યું ન હતું. જે અંગે સિટીઝન પોર્ટલ પર ઓનલાઇન FIR દાખલ કરવામાં આવી હતી. જેથી કોઈ અજાણ્યા ઈસમે એક્ટિવાની ચોરી કરી હોવાનું માલૂમ થતાં વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.