તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:વિસનગરમાં નૂૂતન હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ, સિવિલમાં બે દિવસમાં લાગી જશે

વિસનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1કલાકમાં 4 મોટી બોટલો ભરાય તેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે

કોરોનાના વધતા જતાં કેસો તેમજ અોક્સિજનની અછતને પગલે વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં અને સિવિલ હોસ્પિટલમાં હવાથી ઉત્પન્ન થતા અોક્સિજન પ્લાન્ટ નાખવાની જાહેરાત થઇ હતી. જેમાં નૂતન હોસ્પિટલમાં પ્લાન્ટ નાખી દેવામાં અાવ્યો છે જ્યારે સિવિલમાં બે દિવસમાં પ્લાન્ટ નાખી દેવામાં અાવનાર હોવાનું જાણવા પામ્યું છે. ગત મે માસમાં વિસનગર શહેરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન જનરલ હોસ્પિટલમાં 50 લાખના ખર્ચે હવાથી ઉત્પન્ન થતા 25 અેમક્યુ ક્ષમતાના પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરાઇ હતી.

જેમાં ગત 20 મેના રોજથી અોક્સિજન પ્લાન્ટ શરૂ થઇ જવા પામ્યો છે જે અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ ડો.પંકજ નિમ્બાકરે જણાવ્યું હતું કે અેક કલાકમાં ચાર મોટા બાટલા ભરાય તેટલો અોક્સિજન ઉત્પન્ન થઇ રહ્યો છે અા ઉપરાંત લીક્વીડ અોક્સિજન પણ મળી રહ્યો છે.

જ્યારે વિસનગર સિવિલમાં અોક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે અેપીઅેમસી દ્વારા દાનની ટહેલ નાંખવામાં અાવી હતી અને 30 લાખના ખર્ચે અોક્સિજન પ્લાન્ટ તૈયાર કરવાની જાહેરાત કરાઇ હતી જેમાં અાગામી બે-ત્રણ દિવસમાં પ્લાન્ટ નાંખી દેવામાં અાવશે. જે અંગે સિવિલ અધિક્ષક ડો.જોષીને પૂછતાં તેમણે પ્લેટફોર્મ બનાવી દેવાયું છે બે-ત્રણ દિવસમાં અોક્સિજન પ્લાન્ટ શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...