તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વતનનું ઋણ:વિસનગરમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક ઉભી કરાશે

વિસનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના દાતાઅોઅ 210 અોક્સિજન કોન્સન્ટ્રેટર મશીન મોકલાવ્યા
  • કોરોના મટી ગયા બાદ અોક્સિજનની જરૂરિયાતવાળા દર્દી માટે અોક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અાર્શીવાદરૂપ

કોરોના મટી ગયા બાદ પણ કેટલાક મહિનાઅો સુધી દર્દીઅોને અોક્સિજનની જરૂરિયાત રહેતી હોવાથી દર્દીને હોસ્પિટલમાં રહેવું શક્ય ન હોય તેવા વિસનગર શહેર અને તાલુકાના દર્દીઅો માટે અોક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક ઉભી કરવામાં અાવનાર છે જે માટે અમેરિકાના દાતાઅોઅે પોતાનો વતન પ્રેમ દર્શાવી 210 અોક્સિજન કોન્સન્ટ્રેટર મશીન મોકલાવ્યા છે. જેમાં બે તબીબ બહેનો શહેર અને તાલુકામાં અાવા દર્દીઅોનો સર્વે કરી અાવા દર્દીઅોને મશીન અાપશે.

કોરોનાના દર્દીઅોને કોરોના મટી ગયા બાદ પણ બેથી અઢી મહિના સુધી અોક્સિજનની જરૂરિયાત રહે છે અને અાટલો બધો સમય દર્દી હોસ્પિટલમાં રહે તો અાર્થિક રીતે પાયમાલ થઇ જાય, તેવા દર્દીઅો માટે અમેરિકાના ડો.જસવંતકુમાર ગંગારામભાઇ અને તેમના પત્ની ઇલાબેને પોતાના વતન પ્રત્યેનો પ્રેમ દર્શાવવા 100 અોક્સિજન કોન્સન્ટ્રેટર માતૃભૂમિને અર્પણ કર્યા છે.

જ્યારે અમેરિકાના અલગ અલગ ગૃપોઅે વતનને અાપવા 110 મશીનોની ખરીદી કરી છે. જેની જવાબદારી ડો.વાસુદેવ જ.રાવલ ચેરીટેબલ ટ્રસ્ટને સોંપાઇ છે જે મશીનનું વિતરણ સહિતની કામગીરી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.અનિલભાઇના માર્ગદર્શન હેઠળ તેમની બંન્ને તબીબ દીકરીઅો ડો.સ્મિતાબેન કેતનભાઇ જોષી અને ડો.શુકલાબેન રાવલ કરશે.

મશીનમાં અોક્સિજન હવાથી ઉત્પન્ન થાય છે
અા અંગે ડો. સ્મિતાબેન અને ડો.શુકલાબેન રાવલે જણાવ્યું હતું કે અા મશીન અદ્યતન ટેક્નોલોજી અને મેડીકલ અેડવાઇઝ હેઠળ તૈયાર કરવામાં અાવી છે અને મશીનમાં કોઇ લીક્વીડ કે બાટલાની જરૂરિયાત રહેતી નથી અને હવામાંથી અોક્સિજન ઉત્પન્ન થાય છે અને જરૂરિયાતવાળા દર્દીઅોને મફત અાપવામાં અાવશે 100 મશીન અાવી ગયા છે અને 110 પ્રોસેસમાં છે અને ત્રીજી લહેરની શક્યતાને લઇ અમારૂ લક્ષ્ય વિસનગર શહેર અને તાલુકામાં અાવા 400થી વધુ મશીનો લાવવાનું છે.જેનું ઉદ્ઘાટન રવિવારે ડો.કેતનભાઇ જોષીની હોસ્પિટલે રાખવામાંં અાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...