વિસનગર બેઠકનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ:વિધાનસભા સીટ પર 24 ઉમેદવારી ફોર્મ પૈકી 7 રદ તો 7 ફોર્મ પરત ખેંચાયા, 10 ઉમેદવારો વચ્ચે જંગ જામશે

વિસનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક

વિસનગર વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. જેમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધી વિધાનસભાની સીટ પર કુલ 24 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં ફોર્મ ચકાસણીના દિવસે તેમાંથી 7 ફોર્મને રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફોર્મ પાછા ખેંચવાની 19 તારીખે 3 ફોર્મ પાછા ખેંચાયા અને ત્યારબાદ અંતિમ દિવસે વધુ 4 ફોર્મ પાછા ખેંચાતા હવે 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. જેમાં હવે 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને 8 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.

આ ઉમેદવારો વચ્ચે જંગ જામશે

 1. ઋષિકેશપટેલ-ભાજપ
 2. કિરીટપટેલ-કોંગ્રેસ
 3. જયંતિલાલ પટેલ-આપ
 4. વિષ્ણુજી ઠાકોર-રાઈટ ટુ રિકોલ પાર્ટી
 5. પ્રજાપતિ જગદીશકુમાર-ભારતીય જન પરિષદ
 6. ઠાકોર સંજયજી-રાષ્ટ્રીય હિંદ એકતા દળ
 7. ખોખર અબ્દુલરશીદ-અપક્ષ
 8. ઠાકોર શંકરજી-અપક્ષ
 9. પટેલ ઉપેન્દ્રકુમાર-અપક્ષ
 10. પરમાર વિજયકુમાર-અપક્ષ
અન્ય સમાચારો પણ છે...