વિશ્વ પ્રાથમિક દિવસની ઉજવણી:સાંકળચંદ પટેલ યુનિવર્સીટીમાં મોકડ્રીલ ટ્રાયજનું આયોજન, વિદ્યાર્થીઓએ મોકડ્રીલનું પ્રદર્શન કર્યું

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન કોલેજ ઓફ નર્સિંગ દ્વારા વિશ્વ પ્રાથમિક સારવાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી ખાતે મોકડ્રિલ ટ્રાયજનુ આયોજન કરવામાં આવ્યું હતું. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ મોકડ્રીલનું પ્રદર્શન કર્યું હતું. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિવિધ વિભાગના 200 જેટલા સ્પર્ધકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ કાર્ડિયાક અરેસ્ટ, સર્વાઇકલ ફ્રેકચર, એમ્પ્યુટેશન, પેનિટ્રેટીગ ઘા, અસ્થિભંગ, હળવો રક્તસ્રાવ અને લેસરેશન જેવી સમસ્યાઓ માટે પ્રાથમિક સારવારનુ નિદર્શન કર્યું હતું. ઇજાગ્રસ્ત લોકોને તેમની કટોકટીની તબીબી સહાયની જરૂરિયાત મુજબ કેવી રીતે છટણી કરવી તે અંગે જાગૃતિ લાવવામાં આ ઇવેન્ટ સફળ રહી હતી.

કાર્યક્રમમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો.ડી.જે.શાહ તથા રજીસ્ટાર ડો.પી.કે. પાંડેની હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમના કન્વીનર ડો. એન.સિવા સુબ્રમણીયન(ડીન નૂતન કોલેજ ઓફ નર્સિંગ) રહ્યા હતા. કાર્યક્રમનુ આયોજન એસોસિયેટ પ્રોફેસર્સ પ્રકાશ ડી. અને શૈજો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન બદલ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખ અને સાંકળચંદ પટેલ યુનિવર્સીટીનાં પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો.ડી.જે.શાહ તથા રજીસ્ટાર ડો.પી.કે.પાંડે તેમજ નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. સિવા સુબ્રમણીયન એ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...