ગરબાના તાલે ભક્તો ઝૂમ્યા!:વિસનગરમાં સેવા કેમ્પમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે રાસ-ગરબાનું આયોજન; મોટી સંખ્યમાં જનમેદની ઉમટી

વિસનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેરમાં ભાદરવી પૂનમને લઇ અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે વિવિધ જગ્યાએ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પોમાં પદયાત્રીઓને ચા-પાણી, નાસ્તો, રહેવા, જમવા તેમજ આરોગ્ય સહિતની તમામ સેવાઓ માઇભક્તો માટે પૂરી પાડવામાં આવે છે. જેમાં સેવા કેમ્પોમાં રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાંથી વિવિધ લોક ગાયકો પોતાના સુરે માઈભક્તોને ડોલાવે છે. આ સેવા કેમ્પમાં રાસ ગરબા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.

વિસનગર તાલુકામાં 16 સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માઁ અંબાના પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પોમાં તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. વિસનગર તાલુકામાં કડા ગામથી લઈને રંગપુર ગામ સુધી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.​​​​​​ ​વિસનગરમાં યુવા ક્ષત્રિય સેના સેવા કેમ્પ, જય અંબે યુવક મિત્ર મંડળ તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કેમ્પમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે લાઇવ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રાસ ગરબા નિહાળવા માટે મોટી સંખ્યામાં વિસનગર વાસીઓ સહિત માઁ અંબાના ભાવિ ભકતો ઉમટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...