વિસનગરના દગાલા વિસ્તારમાં વાજબી ભાવના દુકાનદારે સ્વાઇપ મશીન આવ્યું ન હોવા છતાં બેન્કે સુવિધા એક્ટિવ કરી ખાતામાંથી પૈસા કાપી લીધા હતા. વેપારીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાદ માંગતાં કમિશને વેપારીના ખાતામાંથી કપાયેલી રકમમાં બેન્ક જમા આપ્યા સિવાયના રૂ.13,313 ફરિયાદ દાખલ કર્યાની તારીખથી 8 ટકાના વ્યાજે 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે.
શહેરના કાંસા એનએ વિસ્તારની વિનયનગર સોસાયટીમાં રહેતા જ્યંતિલાલ ચૌહાણની દગાલા વિસ્તારમાં વાજબી ભાવની દુકાન આવેલી છે. વર્ષ 2019માં સરકારના સસ્તા અનાજની દુકાનના પાઇલોટ પ્રોજેક્ટમાં જ્યંતિલાલની દુકાનની પસંદગી થતાં એક્સિસ બેન્કે ડોક્યુમેન્ટ મગાવતાં જમા કરાવ્યા હતા. બેન્કે સુવિધા એક્ટિવ શરૂ કરી દઇ મશીન આવ્યા સિવાય ખાતામાંથી રૂ.413 અને રૂ.81.82 કપાવવાની શરૂઆત થઇ જતાં જ્યંતિલાલે બેન્કમાં જાણ કરતાં તેમને પૈસા પરત મળી જશે તેમ જણાવ્યું હતું.
પરંતુ પૈસા ન આવતાં અને પ્રોજેક્ટ ફેલ જતાં જ્યંતિભાઇએ મશીનની સુવિધા બંધ કરાવી ફક્ત બચત ખાતુ ચાલુ રાખ્યું હતું. આ જ ખાતામાં જ્યંતિલાલના વીમાની પાકતી રકમ રૂ.3,57,165 જમા થતાં બેન્કે કોઇ કારણ વિના ઇડીસી ટર્મિનલ ચાર્જના રૂ.12,980 તેમજ રૂ.413 અને 81.82 અને 18 ટકા જીએસટીની રકમ કપાઇ ગઇ હતી. જેમાં 13-04-2019થી 28-07-2021 દરમિયાન રૂ.26,293 રકમ કપાત હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.