રજૂઆત:વિસનગર પાલિકાની સભામાં વિપક્ષે પિંડારિયા તળાવની દુર્દશાનો મુદ્દો ઉઠાવ્યો

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ખાસ સાધારણ સભામાં વિપક્ષ નેતાની રજૂઆત
  • નગરસેવક અમાજી ઠાકોરની યાર્ડમાં પાલિકા પ્રતિનિધિ તરીકે નિમણૂંક

વિસનગર નગરપાલિકાની સોમવારે મળેલી ખાસ સાધારણ સભામાં માર્કેટયાર્ડમાં પાલિકાના પ્રતિનિધિ તરીકે નગરસેવક અમાજી ઠાકોરની સર્વાનુમતે નિમણૂંક કરાઇ હતી. જ્યારે વિરોધ પક્ષના નેતા શામળભાઇ દેસાઇએ કરોડોના ખર્ચે બનાવાયેલ શહેરની ઓળખ સમાન પિંડારિયા તળાવ યાત્રાધામની દુર્દશા તરફ ધ્યાન આપવા જણાવી કહ્યું હતું. જેમાં હાલ તેનો મુખ્ય ગેટ તૂટી ગયો હોવાનું, ફુટપાથ ઉપર ઘાસ ઉગી ગયાનું તેમજ પાંજરામાં એકપણ રોપો ન હોવાનું જણાવ્યું હતું આથી તેનું સત્વરે સમારકામ કરાવવા માંગ કરી હતી.

સોમવારે સાંજના 4 વાગે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલની અધ્યક્ષતામાં ખાસ સાધારણ સભા મળી હતી. જેમાં સત્તાપક્ષ ભાજપ દ્વારા માર્કેટયાર્ડમાં પાલિકાના પ્રતિનિધિ તરીકે પક્ષના નેતા અમાજી ઠાકોરના નામનો મેન્ડેટ અપાતાં સર્વાનુમતે મંજૂરી અપાઇ હતી. ઉપરાંત, ગત સભામાં થયેલા બખેડા મુદ્દે પાલિકા ઉપપ્રમુખ રૂપલ પટેલે સભામાં થયેલ બખેડા મુદ્દે એનઓસી તો આપી દેવાઇ છે પરંતુ કાગળોની પૂર્તતા બાદ કામ શરૂ કરી શકે છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...