વડનગર પોલીસે તાલુકાના રાજપુર ગામની સીમમાંથી રૂ.57120ના 672 બોટલ વિદેશી દારૂ સાથે સુલતાનપુરના એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ, ગાડી અને મોબાઇલ મળી રૂ.1,12,120નો મુદ્દામાલ કબજે લઇ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વડનગર પોલીસને મારૂતીવાનમાં સુલતાનપુર ગામના ઠાકોર દિપકજી ચુનાજી તથા ઠાકોર પ્રકાશજી વિનુજી વિદેશી દારૂ ભરી વડનગરથી રાજપુર તરફ આવી રહ્યાની બાતમી મળી હતી.
જેના આધારે પીએસઆઇ એ.એન. દેસાઇ સહિત સ્ટાફે રાજપુર સીમમાં વોચ ગોઠવી મારૂતી વાન (જીજે 09 બીએ 4372)માંથી 672 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. ગાડીચાલકની પૂછપરછ કરતાં તેનું નામ ઠાકોર ચેતનજી નવાજી હોવાનું અને ગાડી ઠાકોર દિપકજી ચુનાજી અને ઠાકોર પ્રકાશજી વિનુજીના કહેવા પ્રમાણે વડબાર પાટિયાથી તેમની પાછળ પાછળ તેમના ઘરે લઇ જતો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે દારૂ, ગાડી અને મોબાઇલ મળી રૂ.1,12,120નો મુદ્દામાલ કબજે લઇ ચેતનજીની ધરપકડ કરી ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.