કોરોનાએ ફરી માથું ઊંચક્યું:વિસનગરમાં કોરોના-ઈન્ફલ્યુએન્ઝાનો એક એક પોઝિટિવ કેસ નોંધાયો; આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં લીધા

વિસનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં કોરોનાએ ફરીથી એન્ટ્રી મારી છે. જેમાં વિસનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ વિસનગર ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ફલ્યુએન્ઝાનો કેસ પણ જોવા મળ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગ હરકતમાં આવીને સાવચેતી માટેના પગલાં લીધા છે. જેમાં બંને જગ્યાએ સર્વેલન્સ ટીમ મોકલી તપાસ માટેની કામગીરી શરૂ કરી દીધી છે.

વિસનગર તાલુકાના ગુંજાળા ગામે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં તપાસ કરતા શરદી, ખાંસી જેવા લક્ષણો જોવા મળતા એક પોઝિટિવ કેસ જોવા મળ્યો હતો. ત્યારબાદ કડા ગામેથી ઈન્ફલ્યુએન્ઝાનો કેસ પણ સામે આવ્યો હતો. જેમાં આ બંને જગ્યા પર વિસનગર તાલુકા આરોગ્ય ટીમ દ્વારા સર્વેલન્સ ટીમ મોકલી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી સાથે ટેલીફોનીક વાત કરતા જણાવ્યું હતું કે, કડા ગામે નોંધાયેલા ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ સર્વેલન્સ ટીમ મોકલી દીધી છે. જેમાં ત્રણેય ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. જે સ્થિતિ સામાન્ય છે અને કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ગુંજાળા ગામે કોરોના પોઝિટિવ દર્દીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યો છે. જેમાં શરદી ખાંસી જેવા લક્ષણો જોવા મળતા તપાસ કરવામાં આવી છે અને ત્યાં પણ સર્વેલન્સની ટીમ મોકલી કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...