તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કડા નજીક લાછડી રોડ પર રિક્ષા પલટી ખાતાં એકનું મોત, 2ને ઇજા

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણસાના હરણાહોડાના લોકો દેલા મજૂરી આવતા હતા

વિસનગર તાલુકાના કડા-લાછડી રોડ ઉપર રિક્ષા પલટી ખાઇ જતાં તેમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે બેને ઇજા પહોંચી હતી. માણસા તાલુકાના હરણાહોડા ગામના રમેશભાઇ સબુરભાઇ નાયક રિક્ષા ( જીજે 01 ટીઇ 5954)માં બેસી ગામના રાઠોડ બળદેવજી કપુરજી, રાઠોડ દિલીપજી રંગાજી અને રાઠોડ ગોપાળજી હમીરજી સાથે મહેસાણા તાલુકાના દેલા ગામે મજૂરી જવા નીકળ્યા હતા. રિક્ષા બળદેવજી ચલાવતા હતા.

રિક્ષા વિસનગર તાલુકાના કડા-લાછડી રોડ પરથી પસાર થઇ રહી ત્યારે બળદેવજીએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં રિક્ષા પલટી ખાતાં રમેશભાઇ, દિલીપજી અને ડ્રાઇવર બળદેવજીને ઇજા પહોંચતાં સારવાર અર્થે વિસનગર સિવિલમાં ખસેડાયા હતા. જેમાં રમેશભાઇ નાયકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે વિસનગર પોલીસે મૃતક રમેશભાઇ નાયકની પત્ની જમકુબેનની ફરિયાદ આધારે રિક્ષા ચાલક બળદેવજી કપુરજી સામે ગુનો દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...