તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઉમતા નજીક ઇકો ટ્રેલર પાછળ ઘૂસી જતાં એકનું મોત, 3 ઘાયલ

વિસનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ અર્થે માણસા જતા લોકોને અકસ્માત,ઈકો ચાલક સામે ફરિયાદ
  • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

વિસનગરના ઉમતા નજીક ઇકો ટ્રેલર પાછળ અથડાતાં ગાડીમાં બેઠેલ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે ડ્રાઇવર સહિત ત્રણને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે પોલીસે ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉમતામાં રહેતા ઠાકોર કરણજી સોમાજીના મોટા બાપાનો દીકરો પરમાર મુકેશકુમાર લાલજી રાજસ્થાનના ભાટડીયા રહેતો હોઇ બુધવારે ઉમતા આવ્યો હતો.જેને કામ અર્થે માણસા જવાનું હોવાથી ગામમાં રહેતા રાજુભાઈ સોમાભાઈ ઠાકોરની ઈકો નં.જી.જે.ઝેડ.0248 લઈ મુકેશભાઈ, તેમના નાનાભાઇ આકાશ સાથે નીકળ્યા હતા.

જેમાં ગાડીની ડ્રાઇવર સીટની બાજુમાં મુકેશભાઈ બેઠા હતા. જ્યાં ગાડીના ચાલકે કાબૂ ગુમાવતા ગાડી નાલંદા સંકુલ આગળ ઉભેલ ટ્રેલરના પાછળના ભાગે અથડાતાં મુકેશજી નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઈકોના ડ્રાઇવર રાજુભાઈ, આકાશ તેમજ કરણજીને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે કરણજીએ વિસનગર તાલુકા પોલીમાં ડ્રાઇવર રાજુભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...