તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:દેણપના અંબાજી મંદિરમાં સોલાર લાઇટો નખાતાં વર્ષે સવા લાખ વીજળી બિલ બચશે

વિસનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલની થયેલ બચતની રકમ મંદિરના વિકાસમાં વપરાશે

વિસનગર તાલુકાના દેણપ ગામમાં અાવેલ 400 વર્ષ પ્રાચીન અંબાજી માતાના મંદિર પણ હવે સોલરમય બની જવા પામ્યું છે . ટ્રસ્ટ દ્વારા સરકારની પ્રાચીન મંદિરોને સોલરમય બનાવવામાં સરકારી અને લોકફાળો લઇ 10 કિલોવોટની 30 સોલર પેનલો ઉભી કરવામાં અાવી છે અને વીજળી બિલમાંથી થયેલ બચતની રકમ મંદિરના વિકાસમાં ઉપયોગમાં લેવામાં અાવશે તેમ ટ્રસ્ટીઅોઅે જણાવ્યું હતું.

400 વર્ષ પ્રાચીન અંબાજી માતાના મંદિરમાં વર્ષે હજારો શ્રધ્ધાળુઅો દર્શન કરવા અાવે છે અને નવરાત્રીનો મહિમા તો કંઇક અલગ જ હોય છે જેમાં મંદિરના પ્રાંગણમાં સતત પાંચ દિવસ સુધી 700 કરતા વધુ ઉપવાસીઅો બેસી માતાજીની અારાધના કરે છે. મંદિરમાં ચાલુ વર્ષે 30 લાખના ખર્ચે 500 ગ્રામ સોનાનો ઉપયોગ કરી બનાવેલ સોનાનું સિંહાસન અને ગર્ભગૃહ શ્રધ્ધાળુઅો માટે ખુલ્લુ મુકવામાં અાવ્યું છે.

ત્યારે મંદિરમાં વીજળી બિલની બચત મંદિરના વિકાસ કાર્યોમાં વાપરવામાં અાવે તે માટે યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી અંબાજી માતાના મંદિરને પણ સોલરમય બનાવવામાં અાવ્યું છે જેમાં 4 લાખના ખર્ચે 70 ટકા સરકારી અને 30 ટકા લોકફાળાની સ્કીમમાં 10 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરવા 30 સોલરપેનલો લગાવી શરૂ કરી દેવામાં અાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...