વરસાદી પાણીની ખુલ્લી કેનાલમાં છાત્રાના મોતની ઘટનાએ વિસનગર શહેરને હચમચાવી મૂક્યું હતું અને ખુલ્લી કેનાલો અને ગટર રાખનાર નગરપાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટના બન્યાના બીજા દિવસે શનિવારે દિવ્ય ભાસ્કરે શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં સૌથી વધુ દયનીય હાલત કાંસા એનએ વિસ્તારની જોવા મળી હતી.
અહીં કાંસા ચોકડી, રામદેવ પીર સહિતના વિસ્તારમાં ગટરો ખુલ્લી હોઇ જાનહાનિ ન બને તે માટે સરપંચ નિમિષાબેન પટેલનો સંપર્ક કરતાં તેમણે અમારામાં વિસ્તારમાંથી પસાર થતી નગરપાલિકાની આ ગટર લાઇનોનું વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય રીતે મેન્ટેનન્સ કરાતું નથી, ઘણીવાર પંચાયતે ઢાંકણા નાંખ્યા છે, પરંતુ અમારું પણ બજેટ હોવાથી દરેક જગ્યાએ પહોંચી વળતા નથી તેમ જણાવ્યું હતું.
જ્યારે શહેરના ખેરાલુ રોડ ઉપર કલ્યાણ બંગ્લોઝ વિસ્તાર, સવાલા દરવાજા વિસ્તારમાં આદર્શ હાઇસ્કૂલ નજીક ખુલ્લી ગટરો અને કેનાલો અંગે પાલિકાને પૂછતાં આ સ્થળો ઉપર પણ જાળી કે સ્લેબ મારવાની કામગીરી ટૂંક સમયમાં કરાશે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.