વિસનગરના શિવ મંદિરોમાં ભીડ ઉમટી:શ્રાવણના પ્રથમ સોમવારે શિવને રિઝવવા મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર; વાતાવરણ હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું

વિસનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રાવણ માસનો ધર્મમાં અનેરો મહિમા છે. જેમાં શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા અને આરાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસની શરૂઆતમાં વિસનગરમાં આવેલા શિવાલયોમાં સવારથી જ મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભકતોએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

વિસનગરમાં પણ શ્રાવણ માસમાં શિવાલયોમાં ભક્તોની ભીડ જામી હતી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભકતોએ ભગવાન શિવને અભિષેક કરી પ્રાર્થના કરી હતી. જેમાં વિસનગરમાં આવેલા જમનેશ્વર મહાદેવ (લાલ દરવાજા), જાળેશ્વર મહાદેવ (કડા દરવાજા), મહાકાલેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ (લાલ દરવાજા), જોગેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ (કમાણા ચોકડી), ભૂતનાથ મહાદેવ (આદર્શ કોલેજ, સામે ) શિવાલયોમાં ભક્તોની ભીડ જામી હતી અને તમામ મંદિરો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...