રક્તદાન એ જ મહાદાન:નૂતન આર્યુવેદિક હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન અને વિના મૂલ્યે મેગા કેમ્પ યોજાશે; બહોળી સંખ્યામાં લાભ લેવા માટે વિનંતી

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં સાકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વિનામૂલ્યે મેઘા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિસનગરમાં મહેસાણા ચોકડી પર આવેલા મજૂર મંડળીના પ્લોટ પર તા.08/01/2023ને રવિવારના રોજ રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં રક્તદાન એજ મહાદાનને સાર્થક કરવા માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન આર્યુવેદિક હોસ્પિટલ દ્વારા આયોજિત અને નૂતન જનરલ હોસ્પીટલ અને ગાયત્રી પ્રજ્ઞાપીઠ પરિવારના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9થી 1 વાગ્યા સુધી આયોજન કરાયું છે. તો આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવશે. રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

અન્ય રિપોર્ટ પણ સસ્તા દરે કરી આપવામાં આવશે
નૂતન આર્યુવેદિક હોસ્પિટલ દ્વારા મહેસાણા ચોકડી પર આવેલા મજૂર મંડળીના પ્લોટ ખાતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત વિના મૂલ્યે મેગા કેમ્પનું પણ આયોજન કરાયું છે. આ કેમ્પમાં તારીખ 07/01/2023ના રોજ આયુર્વેદિક સારવાર તથા ઉકાળા વિતરણ કેમ્પનુ આયોજન કરાયું છે. જ્યારે તારીખ 08/01/2023ના રોજ રોગ, નિદાન, ચિકિત્સા, સુવર્ણપ્રાસ, આર્યુવેદિક ઉકાળો તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિનામૂલ્યે લોહીની તપાસ, CBC, RBS, અને URINEની તપાસ તેમજ બીજા રિપોર્ટ પણ સસ્તા દરે કરી આપવામાં આવશે.

કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે વિનંતી
આમ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ તેમજ ટ્રસ્ટીગણ દ્વારા નૂતન આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયોજિત વિનામૂલ્યે મેગાકેમ્પ તેમજ રક્તદાન કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...